Friday 2 December 2011

Letter to Bil Gets


એક પત્ર બીલ ગેટ્સને.....

શ્રીમાન બીલ ગેટ્સજી.

વિષય- અમારા ઘરે અમે એક કમ્પ્યુટર ખરીદ્યું હતું જેમાં અમને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે તમારા ધ્યાન સારું.

સવિનય પ્રોબ્લેમ્સ નંબર
1.
કમ્પ્યુટરમાં "START" બટન છે પણ "STOP" બટન નથી. તપાસ કરવા મારી નમ્ર વિનંતી છે. 

2.
અમને મેનુબારમાં "RUN" બટન જોવા મળ્યું. મારા એક મિત્રએ "RUN" બટન દબાવ્યું અને આખું ગામ દોડ્યો! તેથી મારી તમને નમ્ર વિનંતી છે કે "RUN" બટન કાઢી "SIT" બટન રાખો જેથી શાંતિથી બેસે તો ખરા.! 
3. એક અંગત પ્રશ્ન છે. શું કમ્પ્યુટરમાં ક્યાય "RE-SCOOTER" ઓપ્સન છે? એમાં એવું છે કે મને ફક્ત "RE-CYCLE" ઓપ્સન જોવા મળ્યું, પણ મારા ઘરે "CYCLE" નથી ફક્ત એક મારું જુનું "SCOOTER" જ છે. 
4. કમ્પ્યુટરમાં "FIND" બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ! એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી મમ્મીથી ઘરની ચાવી ખોવાઈ ગઈ અને મે "FIND" કી વડે શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન કરજોને!! 
5. મારો નાનો ભાઈ "MICROSOFT WORD" શીખી ગયો છે હવે તેને "MICROSOFT SENTENCE" શીખવું છે તો હવે તે ક્યાં મળશે
6. મે કમ્પ્યુટર, સીપીયુ, માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત "MY COMPUTER" આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે
7. મને "MY PICTURE" ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી અરે મારો ગમતો એક પણ ફોટો તેમાં નથી તો પછી આ ફોલ્ડર કેમ
8. આમાં "MICROSOFT OFFICE" એપ્લીકેસન છે પણ ઘરે વાપરવા માટે ક્યાય "MICROSOFT HOME" એપ્લીકેસન નથી. 
9. તમે "MY RECENT DOCUMENTS" બતાવો છો પણ ક્યાય "MY PAST DOCUMENTS" બતાવો છો ખરા
10. તમે "MY NETWORK PLACES" સુવિધા આપો છો. પણ શું તમે ક્યાય "MY SECRET PLACES" સુવિધા આપો છો? આપતા હોય તો વહેલા જણાવજો કેમકે મારા પપ્પા મને શાળા સમયે હું કઈ જગ્યાએ જાઉં છું તે જાણી જશે તો મને મારશે. 
11. અને અંતમાં એક છેલ્લો પ્રશ્ન : સાહેબજી તમારું નામ "GATES" છે તો પછી તમે "WINDOWS" કેમ વેચો છો?


સદરહુ,
એક ગામડાનો ખેડૂત માણસ.

No comments: