Thursday 8 December 2011

પરણેલો પુરુષ કેવી રીતે ઓળખાય..?


(હાસ્ય લેખ)

અમને એક દિવસ વિચાર આવ્યો કે સ્ત્રીઓ પરણેલી છે કે કુંવારી તે તો તરત ઓળખાય છે….પણ ભમરાળા કળાકાર પુરુષને કેવી રીતે ઓળખવો.?

સ્ત્રીઓ માથામાં સિંદૂર કર્યુ હોયકે ગળા માં મંગલ સુત્ર પહેર્યુ હોય તો તેની પાસે લગ્નનું પાકુ લાઈસન્સ છે એમ કહી શકાયઅને ધારો કે એમ હોય તો પણ સ્ત્રીના ચહેરા પરનું વિજયી સ્મિત,ચહેરા પરનું ગુમાન, શારીરિક વૈભવ(ચારે દિશામાં), ફિકર વગરની ચાલ જેવા લક્ષણો હોય તો તે કોમલાંગીની સુહાગીની હશે એમ કહી શકાય….

પણ પુરુષો માં યાર ખબર ના પડે કે ભાઈ ખીંટીએ ભરાઈ ચૂક્યા છે કે હજુ બાકી છે….!.

તો મિત્રો વિવિધ સર્વે.,નિરિક્ષણો તથા તજજ્ઞો સાથેની ચર્ચા વિચારણા ના ફળ સ્વરુપ પરણિત પુરુષોને ઓળખવા માટે, જાહેર જનતાના લાભાર્થે નીચેના તારણો રજૂ કરવામાં આવે છે

-…
જેના ચહેરા સામે જોતાજ દયાનો ભાવ આવે..જેને દોડીને મદદ કરવાનું મન થાયજેના હાલહવાલ પૂછવાનું મન થાય,બેહાલ કોણે કર્યા છે એમ પૂછીને એને દુ:ખી તો કરાય ને..?જેને હિંમત આપવાનું મન થાય..

-…
જે હંમેશા નીચી મૂડી રાખીને ચાલતો હોય છે..  કેમ જાણે નીચે વેરાઈ ગયેલું સુખ શોધતો હોય…!

-
જે ખૂબ ઓછુ બોલતો હોય,વચ્ચે ક્યારેય બોલતો હોય,સામે દલીલ ક્યારેય કરતો હોયઅને સતત ભલે..સારુ..ગમશેચાલશેફાવશે….વાંધો નહીં…..તમે કહો એમ….કામ થઈ જશેઆજે ઉપવાસ છે….એવા વાક્યો દિવસ માં અનેક વાર બોલતો હોય છે….

-..
જેના ચહેરા પર અને શરીર પર હારેલા યોધ્ધા જેવા હાવભાવ હોય છેચહેરા પર અને શરીર પર નાનામોટા ઘા ના નિશાન હોય છે…..તો ક્યારેક પાટાપિંડી કરેલ હોય છે ખાસ કરીને ઘરેથી નિકળ્યા હોય છે ત્યારે


-
જે ઘરમાં હોય ત્યારે મોટેભાગે મૌનવ્રત પાળતો હોય છેઅને ઘરેથી બહાર નિકળતાં મોટે થી બોલતો હોય છેસતત બોલતો હોય છે….ક્યારેક કારણ સહીત અને ક્યારેક કારણ રહીત હસતો હોય છે

-..
જે પોતાના ઘર માં રુમ બંધ કરીને એકલો , કોઈની મદદ વગર અપ્રિતમ હિંમતથી ઓશીકાને ઓશીકાથી ફટકારતો હોય છે અને બોલતો હોય છેલેલેતી….જા..’ લેલેતીજા’…

-..
જે પહેલી તારીખે રાજાપાઠ માં અને ૨૦ તારીખ પછી ડાબાલૂસ થઈ લોન માટે પૂછપરછ કરતો હોય છે

-
જે વાતવાત માં હંમેશા એમ બોલતો હોય છે કે.” બધો નશીબનો ખેલ છે ભાઈમાણસ તો ઈસ્વર સામે મગતરું છેધાર્યું તો ધણીનું થાય..(કે ધણીયાણીનું..?)

-
જે ઘરે હોય ત્યારે વારંવાર એમ બોલતો હોય છે..”પત્તર ના ઝીંક…,પત્તર ના ખાંડ…, મગજનું દહીં ના કરમાથાકૂટ ના કરકહ્યું એમ કર…,લોહી ના પી”….(માંકડ, મચ્છર માટે થોડું રહેવા દે..)

-
ઉનાળાના વેકેશન માં જો ખૂબ ખુશ દેખાતો હોય તો માનવું કે પત્ની પિયર ગઈ હશે કે પછી જવાની તેયારી ચાલતી હશે

-
જે ઓફિસથી ઘરે જતો હોય તો હાથમાં થેલી તો પકડેલી હોય

-
જો પુરુષ અને સ્ત્રી સાથે હોય અને પુરુષ બે ડગલા આગળ ચાલતો હોય તો માનવું કે પતિ-પત્ની હશે….

-
જે હંમેશા ભજન ગાતો હોય…..”કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે”,…”દુ:ખી મન મેરે સુન મેરા કહેના જહાં નહીં ચૈના વહાં નહીં રહેના…”

-
જે ઘરે આવતા મોટા અવાજે ટીવી ચાલુ કરી ટીવી સામે બેસી જાય છે……

-
જે પુરુષ સ્ત્રી સાથે રહેતો હોય અને સ્ત્રીની બર્થ ડે દર વર્ષે ભૂલી જતો હોય….વળી એની સજા પણ દર વર્ષે ભોગવતો હોય પુરુષ પરણેલો હોય એમ જાણ…. પુરુષ લગ્ન પહેલા સ્ત્રી ને રાત્રે ૧૨ વાગે બર્થ ડે વિશ કરતો હોય છે….

-
જે પુરુષ ઓફીસ માં ઓવરટાઈમ કરવા હંમેશા રાજી હોય છે

જે લગ્ન વિષે બોલતો હોય છેલગ્ન તો ભાઈ લાકડા ના લાડુ છે…”(લાડુ ખાવા જતા બાપડાના દાંત હલી ગયા હોય છે..)

-
જે કાન બંધ કરી આખો દિવસ છાપા માં મોંઢુ નાખીને બેસી રહે છે અને ..હુંહાં….હંમ..એવા  જવાબો આપતો હોય છે

-
જે એક બુક સતત વાંચતો હોય છે અને નિ:સાસા નાખતો હોય છે છેબેંકની પાસબુક

-
જે હંમેશા પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતો હોય છે અને પોતે કેવો પરાક્રમી હતો એની વાર્તા કરતો હોય છે

-
જે માથાના વાળ ગણતો ગણતો ઓળતો હોય કે પછી ઓળતો ઓળતો ગણતો હોય છે

3 comments:

Anonymous said...

Aa Hakikat chhe ho....!!
Hachi vat....!!
Ha....ha....a..ha...!!

helloishan said...

Jo bhai mobile. Ne baaidi be vastu avi che ne k hamesha lidha pachi m j Thai k ''Jo thoda divas thobhi gayo hot to saru that.vadhare saru malat.''

Anonymous said...

Sachi vat chhe Ishanbhai, Aa tame tamaro Anubhav kaheta lago chho....!!
Ha....ha....ha....!!!