Saturday 21 March 2020

Yes, I am CORONA...!!

Hello, નમસ્તે...!! My self Corona. આમ તો તમે બધા મને જાણતા જ હશો. Yes, yes... આજ કાલ મારી ચર્ચાઓ બધે જ થઈ રહી છે. જોયું ને ! મેં કહ્યું હતું ને... "अपना टाइम आएगा" બસ આવી ગયો મારો સમય.

આમ તો મારો જન્મ ચીનમાં થયો હતો પણ અમારું બહુ વિશાળ કુટુંબ છે. એટલે વિશ્વના 150 જેટલા દેશોમાં અમારા સભ્યો પહોંચી ગયા છે. તમને એવું થતું હશે કે માનવ જાતિના ટપોટપ મોત થઈ રહ્યા છે અને આ ભાઈ બહુ ફીશિયારી ઠોકે છે...!! ના એવું નથી મને પણ માનવ જાતિની બહુ ચિંતા છે. પણ તમારા લખ્ખણો જ એવા છે કે અમને કુટુંબ નિયોજનની બધી જ બાઉન્ડ્રી તોડીને અમારી વસ્તી વધારવા મજબૂર કરો છો. અમને ય કઈં બધે ય ફેલાવવાનો શોખ નથી, પણ તમે લોકો ખાવામાં અને ચોખ્ખાઈમાં બિલકુલ ધ્યાન જ ના રાખો તો શું થાય....!? અમે પણ અમારી નાતમાં સ્ટ્રેટેજી નક્કી કરી છે કે, “અમારે ભોજન ફક્ત મનુષ્યના શરીરમાંથી જ લેવું. કોઈ પ્રાણીઓ કે પક્ષીઓમાં નહીં ઘૂસવાનું” અને તમે..!? નોનવેજ ના બહાને કોઈ જ પ્રાણીઓનું માંસ ખાવાનું છોડ્યું નથી. આ ફક્ત ચીનવાળા માટે જ નથી, બીજા કેટલાય દેશોમાં છુપી રીતે આ ગોરખધંધા ચાલે છે. તેનું જ આ પરિણામ છે.

શું લાગે છે તમને !? આમ એક - બે અઠવાડિયામાં તમે લોકો અમને ખત્મ કરવાની એન્ટીવાઇરસ દવા શોધી કાઢશો અને અમે જતા રહેશું એમ !? ના ભાઈ ના, આ વખતે તો પુરો સબક શીખવાડીને જ જઈશું. બાકી અમે 2020 પહેલા પણ માનવ જાતિને ચેતાવવા માટે પ્રયત્ન કરેલો पर हमारी सुनता कौन है !?

હા, સાચી વાત છે તમે લોકો બધા જ એવા નથી પણ શેરડી પાછળ એરડી પણ પીલાય જ ને...!? સારું ચાલો જાગ્યા ત્યારથી સવાર, હવે સુધરી જાવ. મને આગળ ફેલાતો અટકાવવા મોં પર માસ્ક બાંધેલા રાખો, સાબુથી કે સેનેટાઇઝર વડે હાથ ધોવાનું ચાલુ કરી દો, માનવ મેળાવડા કરવાનું બંધ કરો, બહુ પબ્લિકની ભીડ હોય તેવી જગ્યાએ ના જાવ, ફલાઈટમાં, ટ્રેનમાં કે બસમાં મુસાફરી શક્ય હોય તો ના કરો, ઉધરસ કે છીંક આવે ત્યારે રૂમાલ આડો રાખો, કોઈને ગળે મળવાનું અને શેકહેન્ડ કરવાનું ટાળો અને ભારતીય પ્રણાલી અપનાવો, નમસ્તેની ! મને ખ્યાલ છે મારો ચેપ લાગેલા દર્દીઓ પણ હોસ્પિટલમાં નહીં સમાતા હોય, છતાં પણ તેની પુરી રીતે હાયજીનિક સારવાર કરશો તો તેઓ પણ ચોક્કસ સાજા થઈ જશે.

હું સારી રીતે જાણું છું કે, અત્યારે તો ઊંટ પહાડની નીચે આવ્યું છે એટલે જેમ કહીશ એમ તમે બધા કરશો પણ યાદ રાખો, મારાથી પણ ખતરનાક મારા ભાઈઓનો આવો કાળો કેર ભવિષ્યમાં ના વર્તાવા દેવો હોય તો ચોખ્ખાઈ રાખવાનું શીખો, ગમ્મે ત્યાં - મન ફાવે ત્યાં, રસ્તામાં થૂંકો છો અને પાનની પિચકારીઓ ગમ્મે ત્યાં મારો છો તે બંધ કરો, પછી કહેતા નહીં કે, કોરોનાભાઈએ કીધું નો'તું...!! અને હાં જે લોકો નોન વેજિટેરિયન છે તે લોકો પ્રાણીઓનું માંસ ખાઓ, મને એનો વાંધો નથી પણ મનુષ્યતા દાખવીને પ્રોપર શેકેલું હોય તેવું જ મીટ ખાઓ. અને સહુથી શ્રેષ્ઠ તો એ છે કે ધીમે ધીમે આ બધા જીભના ચટાકા છોડી શાકાહારી ભોજન તરફ વળો. શાકાહારી ડીશમાં પણ તમને જાત-જાતની વેરાયટી મળશે, તેમાં પણ તમારા જીભના ચટાકા પુરા થશે.

By the way, તમને લોકોને તમારો જીવ વહાલો હોય છે તેમ અમને પણ અમારો જીવ ખૂબ વહાલો હોય છે. So, એમ તો અમે જલ્દીથી નહીં મરીએ, પણ હાં જાજો ટાઈમ તમારી સામે ટકી પણ નહીં શકીએ એ પણ અમને ખબર છે. કારણકે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે...! બરોબર છે, અમને મોતને ઘાટ ઉતારી દેવા બધા કટિબદ્ધ થયા છો તેમ મારા પછી પણ ચોખ્ખાઈ રાખવામાં અને સ્વચ્છતા રાખવામાં પણ મર્દાનગી બતાવજો.

સારું ચાલો, byeથોડું વધારે પડતું કહેવાય ગયું હોય તો Sorry, માફ કરશો. નહીંતર થાય તે કરી લેજો. But તમે લોકો નીચે રેલો નો આવે ત્યાં સુધી ક્યાં સાંભળો જ છો, એટલે આજે કહેવું પડ્યું.

અલવિદા, Have a Happy Healthy Life.