Monday 26 March 2012

હાસ્યની ડમરી....!!



હા....હા.... કરી શકો તમે આવું...?




વચ્ચેની ચોકડી પર ધ્યાન કેન્દ્રિત કરીને ટપકા જુવો... Green દેખાશે.





ઓરીજનલ જોક્સ



મોબાઈલ કંપનીના એક સેલ્સમેનને ઝાડા થઈ ગયા. એ સીધો ડોક્ટર પાસે ગયો અને આવી રીતે પોતાની તકલીફ સંભળાવીઃ
'ડોક્ટર સાહેબ, સવારથી જ અનલિમિટેડ આઉટગોઈંગ ચાલે છે... અંદરથી નવા નવા રિંગટોન સંભળાય છે... પેટમાં બેલેન્સ પણ ખલાસ થઈ ગયું છે... નાનું રીચાર્જ પણ કરું છું તો પાંચ મિનિટમાં જ ડિસ્ચાર્જ થઈ જાય છે... પ્લીઝ આ સ્કીમને ગમે તેમ કરીને બંધ કરો..'



‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.
‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.
‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’
‘એ જ કે હું કદી પરણીશ નહિ.’


‘જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !’ રમાએ તેના પતિ કિશોરને કહ્યું.
‘પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?’ કિશોરે કહ્યું.
‘કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?’


પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતાં.
પતિ બરાડ્યો : ‘મારામાંના પ્રાણીને જગાડ નહિ !’
પત્ની : ‘ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે !’


શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
ટ્વિન્કલ : ‘Banana સર !’


માલિક : ‘હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?’
ઉમેદવાર : ‘ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.’


છગન : ‘હું કોફી પીઉં તો સૂઈ ના શકું.’
મગન : ‘અલ્યા મારું તારાથી બિલકુલ જ ઊંધું છે. હું સૂતા પછી કૉફી નથી પી શકતો !’


વૈદ્ય : ‘કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.’
કાકા : ‘તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.’


નોકર : ‘હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !’
શેઠ : ‘અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….’
નોકર : ‘લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !’


નોકર : ‘શેઠજી ! જરા ઊઠો તો. લૉજમાં ચોર ભરાયો લાગે છે.’
શેઠે પડખું બદલતાં કહ્યું : ‘ઠીક છે. એનું ધ્યાન રાખજો. સવાર પડે એટલે આખી રાતનું ભાડું વસૂલ કરી લઈશું.’


‘આજે મારી બેબી સ્કૂલમાં આવી શકે તેમ નથી.’
‘તમે કોણ બોલો છો ?’
‘મારી મમ્મી બોલે છે !’


શિક્ષક : ‘આ ટેલિફોનનાં દોરડાં કેમ ઊંચા રાખ્યાં હોય છે ?’
વિદ્યાર્થી : ‘કારણ કે, કોઈ વાતચીત ન સાંભળી જાય ને !’


સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે, વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.
‘પ્રમાણિકતા અને હોંશિયારી.’
‘પ્રમાણિકતા ?’
‘એટલે કે તમે કોઈને જે કંઈ વચન આપ્યું હોય, તેનું જરૂર પાલન કરો. ભલે ને પછી ગમે તે થઈ જાય ?’
‘અને હોશિયારી કેવી ?’
‘કોઈને કોઈ પણ જાતનું વચન જ આપવું નહીં.’


સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.
આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : ‘આ તો સાવ સહેલી રમત છે.’
રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : ‘તો પછી તમે કરી શકો એમ છો ?’
ચિંટુ કહે : ‘સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?’