Friday 13 January 2012

કુતરા ને પણ ફટાકડાનો સોખ હોય ને...!!!


કલાકાર બનતા નથી, કલાકાર જન્મે છે.....!!!

ફુગ્ગા આઈસ્ક્રીમ.... ખાધો છે ક્યારેય....?




















નવું સંશોધન:- હવાથી ચાલતી કાર.....

What is this?

Will it be the next big thing?

Tata Motors of India thinks so.

What will the Oil Companies do to stop it?




 It is an auto engine that runs on air. That's right; air not gas or diesel or electric but just the air around us. Take a look.
 
Tata Motors of India has scheduled the Air Car to hit Indian streets by August 2012


The Air Car, developed by ex-Formula One engineer Guy N. For Luxembourg-based MDI, uses compressed air to push its engine's pistons and make the car go. 

The Air Car, called the "Mini CAT" could cost around 365,757 rupees in India or $8,177 US.

The Mini CAT which is a simple, light urban car, with a tubular chassis, a body of fiberglass that is glued not welded and powered by compressed air. A Microprocessor is used to control all electrical functions of the car. One tiny radio transmitter sends instructions to the lights, turn signals and every other electrical device on the car. Which are not many.

The temperature of the clean air expelled by the exhaust pipe is between 0-15 degrees below zero, which makes it suitable for use by the internal air conditioning system with no need for gases or loss of power.

There are no keys, just an access card which can be read by the car from your pocket. According to the designers, it costs less than 50 rupees per 100 KM, that's about a tenth the cost of a car running on gas. It's mileage is about double that of the most advanced electric car, a factor which makes it a perfect choice for city motorists. The car has a top speed of 105 KM per hour or 60 mph and would have a range of around 300 km or 185 miles between refuels. Refilling the car will take place at adapted gas stations with special air compressors. A fill up will only take two to three minutes and costs approximately 100 rupees and the car will be ready to go another 300 kilometers.

This car can also be filled at home with it's on board compressor. It will take 3-4 hours to refill the tank, but it can be done while you sleep. 

Because there is no combustion engine, changing the 1 liter of vegetable oil is only necessary every 50,000 KM or 30,000 miles. Due to its simplicity, there is very little maintenance to be done on this car.

This Air Car almost sounds too good to be true. We'll see in August. 2012

Turn the Page.....!!!


Wednesday 11 January 2012

"ખરી પતંગ"

ઉતરાયણ ના દિવસે અમદાવાદ માં જ લગભગ ૧૦૦૦ પક્ષી મૃત્યુ પામે છે પતંગ ની દોરીથી પાંખ કાપવાથી.
માટે મજા નથી.
અને વિશેષમાં આવા કોઈ પક્ષી નજરે પડે તો તરત નીચેના નંબર પર ફોન કરવાથી તેઓ આવા પક્ષી ને દવા કરી,
ફરી આકાશ માં ઉડતા મુકીને "ખરી પતંગ"નો આમંદ માણે છે.

સંપર્ક: ૯૪૨૯૪ ૧૦૧૦૧
સંપર્ક: ૯૪૨૯૪ ૧૦૧૦૮
સંપર્ક: ૯૮૯૮૩૦૨૫૨૫

તો તમે પણ "ખરી પતંગ"નો આમંદ માણો જો આવા કોઈ પક્ષી નજરે પડે તો.......

અભિમાનના આઠ પ્રકાર છે....!!


૧- સત્તાનું અભિમાન,
૨- સંપત્તિનું અભિમાન,
૩- બળનું અભિમાન,
૪- રુપનું અભિમાન,
૫-કૂળનું અભિમાન,
૬- વિદ્વતાનું અભિમાન,
૭ -કર્તવ્યનું અભિમાન

પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો
એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી...!!!

લોક સાહિત્ય કહેવતો


થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
થાકશે, ત્યારે પાકશે.
વાર્યાં ના વરે, હાર્યાં વરે.
થોડું બોલે તે થાંભલો કોરે.
થોડું સો મીઠું.
થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
થોડે નફે બમણો વકરો.
થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
થોડે બોલે થોડું ખાય.
થોડે થોડે ઠીક જ થાય.
પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
અંતે ધર્મો જય, પાપો ક્ષય.
ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

Tuesday 10 January 2012

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!


દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે. 

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણ છે તેની યાદી પર.... 

અમદાવાદ: લકીના મસ્કાબન સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા છત્રભૂજની સેન્ડવીચ જશુબેનના પિઝા વિજય અને જયભવાનીના વડાપાંવ કર્ણાવતીની દાબેલી મણીનગરના માસીની પાણીપૂરી ગીતાની સમોસા-કચોરી શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી લક્ષ્મીના ગાંઠિયા આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી જવેરવાડની પાણીપૂરી મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ વિદ્યાપીઠ પાસેના થેપલા ગુજરાતના દાળવડા ફરકીના ફાલૂદા પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પ?પડી વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન યુનિવર્સિટીના ઢોસા બાપુનગરના ગોંડલના ગાઠિયા દિનેશના ભજિયા સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ શંકરનો આઇસ્ક્રીમ મણિનગરના ટામેટાના ભજિયા વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક મરચી પોળનું ચવાણું દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા જુના શેર-બજારનું ચવાણું ઝવેરીવાડના ચોકલેટ પિઝા સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ પાંચ કૂવાની ફૂલવડી લક્ષ્મી બેકરીની પેટિસ શ્રી રામના ખમણ ઓનેસ્ટના ભાજી-પાંવ મોતી બેકરીની નાનખટાઇ ચંદ્ર વિલાસના ફાફડા જલેબી સૌરાષ્ટ્રના ફાફડા ઋતુરાજના મસ્કાબન-ચા ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી ઢબગરવાડની કચોરી અલંકારના સમોસા મિરઝાપુરમાં ફેમસના કબાબ રાયપુરના શ્રી રામના ખમણ બહેમરામપુરાના વિજયના દાલવડા ખોખરા ચાર રસ્તાની ઇડલી નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા લકીની બાજુમાં શશીનુ ચવાણું વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા જનતાનો કોકો ઝવેરીવાડની દાળિયાની ચટણી બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા રામ વિજયના ફાફડા-જલેબી ભૂતની આંબલીના ફાંફડા ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ અંકુરના આણંદ દાલવડા ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે 

રાજકોટ: મયૂર ભજિયા મનહરના સમોસા-ભજિયા ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા જય અંબે ખેતલા આપા અને મોમાઈની ચા રામ ઔર શ્યામના ગોલા સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ કરણપરાના બ્રેડ કટકા એરપોર્ટ ફાટક પાસેના ઢોસા જોકરના ગાંઠિયા સુર્યકાંતના થેપલા-ચા જય સિયારામના પેંડા રસિકભાઈનો ચેવડો જલારામની ચિકી ગોરધનભાઈનો ચેવડો આઝાદના ગોલા બાલાજીની સેન્ડવીચ અનામના ઘુઘરા ઇશ્વરના ઘુઘરા રાજુના ભાજી પાંવ મગનલાલનો આઇસ્ક્રીમ સોનાલીના ભાજી પાંવ સાધનાની ભેળ નઝમીનું સરબત રાજમંદિરની લસ્સી ભગતના પેંડા શ્રી રામની ચટણી ?ીલપરાનું અમદાવાદી ખમણ પટેલના ભાજી પાંવ સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ રઘુવંશીના વડાપાંવ બજરંગની સોડા ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા 

વડોદરા : દુલીરામના પેંડા મહાકાળીનું સેવઉસલ પારસનું પાન ભાઇભાઇની દાબૅલી શ્રીજીના વડાપાંવ એમજી રોડ પર લાલાકાકાના ભજિયા મંગળબજારમાં પ્યારેલાલની કચોરી ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ રાજમહેલ રોડ પર રાજુના ખમણ અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા જગદિશનો ચેવડો ટેસ્ટીના વડાપાંવ ફતેહરાજના પૌવા વિનાયકનો પુલાવ લાલાકાકાના ભજિયા નાળિયેર પાણીની સિંગ ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા 

સુરત : રમેશનો સાલમપાક કિશોરનો આઇસ્ક્રીમ જાનીનો લોચો લાલ દરવાજાનો ગોપાલનો લોચો ગાંડાકાકાના ફાફડા વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ ચોપાટી પાસે મહેશનો પુલાવ વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી અંબાજી રોડ પર સુરતીના ખમણ લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા ઝાંપાબજાર પાસે આદર્શની ચા દાળિયા શેરીની નરેશની ભેળ બેગમપુરામાં મઢીની ખમણી સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા મોટા વરાછામાં કુંભણિયા ભજિયા ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો વરાછા રોડ પરના મયૂરના ભજિયા 

ગાંધીનગર : મયુરના ભજિયા ગાંઠીયારથના ગાંઠિયા મહાલક્ષ્‍મીના ખમણ મહારાજના દાળવડા ભાભીના 
ભજિયા બટુકના ગોટા મોરલીના ઢોંસા પુજાના ઢોકળા સેંધાના ગોટા અક્ષરધામની ખીચડી લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી 

અમરેલી : ચક્કાભાઈની ચા જયહિન્દના ગોટા ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા ભગતનું ઉંધીયુ મહારાજના ભાજીપાંવ શિતલનુ કોલ્ડપાન 

ભૂજ : બાસૂદી ગોળા રજવાડી ગોળા આઇસ્ક્રીમ ગોળા વાણિયાવાડ ખાવડાના સાટા પકવાન અને ગુલાબપાક ગોવિંદજીના પેંડા મધુની ભેળ ધીરૂભાઈની રોટી શંકરના વડાપાંવ 

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા રાજેશના સમોસા જગદંબના પરોઠા ઉકાનું પૂરી-શાક સિકંદરની સિંગ જલારામના વાળા-પાંવ નોવેલ્ટીના પરોઠા -શાક પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ ચેતનાની દાબેલી દાળમિલમાં સાગરની ખસતા કચોરી એસ્ટ્રોનનું પાન કિસ્મતની સોડા સૂર્યાના ભાજી પાંવ ગોકુલનું સીઝલર ગોપાલના મસાલા પાંવ 

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ વલ્લભભાઈના પેંડા જનતા ફાટકના વણેલા ગાંઠિયા જગદિશનો ફાલુદો ગીતાનો આઇસ્ક્રિમ જવાહરના પાન દિલિપના ઘુઘરા ઉમિયાના ભજિયા લખુભાઈનો રગડો ગીજુભાઈની ભેળપૂરી ડાયફ્રુટની કચોરી 

મહેસાણા: સહયોગના પેંડા મુરલીના વડા પાંવ પટેલની ખમણી સ્ટેશનની ચા રામપુરા ચોકડીની દાબેલી ક્રિષ્નાની દાબેલી 

બારડોલી : જલારામના પાંતરા જલારામના ખમણ જલારામની ખીચડી મહારાણાના દાણા-ચણા ભરકાદેવીનું આઈસ્ક્રીમ જેઠાની પાંવભાજી 

જેતપુર : વજુગીરી ના ભજીયા દિપકની દાબેલી નાથબાપાના લસણિયા સેવ મમરા ભગતના પેંડા 

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ 

આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી પાંડુના દાલ વડા યોગેશના ખમણ સાસુજીનો હાંડવો 

દાહોદા : બાદશાહ કૂલ્ફી 

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા ગાયત્રીની લસ્સી શંકરની ભાજી-પાવ ગોપાલનો ગોટો 

બોટાદ : જેરામભાઈનો ચેવડો 

મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા કાનાની દાબેલી ભારતની પાણી પુરી મયુરના ભજિયા ચક્કાના બ્રેડ બટાટા જૈનના ખમણ 

નવસારી: વિકાસના સમોસા મામાની પેટીસ 

ધારી: કનૈયા ડેરીનો શીખંડ 

મહુવા: વરિયાળીનું સરબત 

નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું વસોગામના પત્તરવેલિયા 

'' ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? '' 

અમદવાદના મસ્કાબન કટિંગ ચા મકરસંક્રાતિ 

સુરતનું જમણ ઘારી સુરતણફેણી ખમણ ઢોકળા ઉઘીયું અને લોચો 

રાજકોટની ચીકી પેંડા બ્રેડ કટકા અને રંગીલી પ્રજા 

વડોદરાનો લીલો ચેવડો ભાખરવડી અને નવરાત્રિ 

જામનગરની બાંધણી કચોરી તાળા આંજણ અને પાન 

કચ્છની દાબેલી ગુલાબપાક કળા કાળિગીરી અને ખુમારી 

મોરબીના તળીયા (ટાઇલ્સ) નળિયા અને ઘડીયાલ 

ભરુચની ખારી શિંગ 

સુરેન્દ્રનગરના સેવમમરા કચીરીયું અને શીંગ 

ભાવનગરના ગાંડા ગટર ગાંઠિયા અને ફૂલવડી 

પાલનપુરનું અત્તર પેંડા ખાખરા અને હીરાના વેપારી 

સોરઠનો સાવજ કેસર કેરી અડીખમ ગિરનાર 

પાટણની રેવડી દેવડા અને પટોળા 

પોરબંદરની ખાજલી ગોટી સોડા અને માફિયા 

નવસારીની નાનખટાઇ 

ખંભાતનું હલવાસન 

ડાંગનો ચોખ્ખાનો રોટલો નાગલી વાંસનું શાક અને ડાંગ દરબાર 

વલસાડના ચીકુ અને હાફૂસ 

ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ 

પંચમહાલની તાડી અને મહુડો