Monday 9 January 2012

ચાલો થોડું હસીને હળવા થઇ જઈએ....!!!






છગનઃ તારી પાસે મારો મોબાઈલ નંબર છે ને? તો પછી કાગળ શું કામ મોકલાવ્યો?
મગનઃ મેં તો ફોન જ કર્યો હતો, પણ એક બાઈ બોલી, 'પ્લીઝ ટ્રાય લેટર.'



પિન્કીઃ મારી મમ્મી સાથે લગ્ન કરીને મારાં પપ્પા લાખોપતિ થઈ ગયા હતા.
ચિંકીઃ એમ?
પિન્કીઃ હા, એ પહેલા તે કરોડપતિ હતા.




એન્જીનીયરનું  પ્રશ્નપત્ર:


પ્રશ્ન:- પોપટ હાથી પર ચરક્યો અને હાથી મરી ગયો,
સાબિત કરો!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

વિદ્યાર્થી : ધારોકે હાથીનું નામ પોપટ છે અને પોપટનું નામ હાથી છે.







દર્દી (ડૉક્ટરને) : ‘ડોકટર સાહેબ, મારું આખું શરીર દુઃખે છે, જ્યાં પણ અડું ત્યાં દુઃખે છે.’
ડૉક્ટર : ‘ખરેખર એમ નથી. હકીકતે તમારી આંગળીમાં જ ફેકચર થયું છે !’





સાહેબ (પટાવાળાને) : સમજ નથી પડતી કે જ્યારે બુદ્ધિ વહેંચવામાં આવતી હતી ત્યારે તું ક્યાં હતો ?
પટાવાળો : સાહેબ, એ સમયે હું તમારી સાથે ટૂર પર હતો.



પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્ન નહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ. પછી ભૂત બનીને એમને ડરાવીશ.
પ્રેમિકા : કંઈ ફાયદો નહીં થાય. મારા પપ્પા ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા !



બંટી : હું નાનો હતો ત્યારે એક વખત ટ્રક નીચે આવી ગયો હતો.
રાજુ : તો પછી બચી ગયો ?
બંટી : મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાની વાત છે ને...



સર : આજે હોમવર્ક કેમ નથી કર્યું ?
બંટી : ઘરે લાઈટ નહોતી.
સર : તો મીણબત્તી સળગાવવી હતી ને..
બંટી : પણ માચિસને અડકાય એવું નહોતું.
સર : કેમ ?
બંટી : માચિસ મંદિરમાં હતી.
સર : તો ડોબા, નહાઈ લેવું જોઈએ ને ?
બંટી : નહાઉ ક્યાંથી ? મોટર બંધ હતી.
સર : તો ચાલુ કેમ ના કરી ?
બંટી : કીધું તો ખરું ! લાઈટ નહોતી !



છગનના ઘરમાં છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. એણે કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું, છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?
કાલે રાત્રે જમતી વખતે જ્યારે મને સૂપ પૂરો કરતાં બે કલાક થઈ ગયા ત્યારે ! છગન બોલ્યો.



ગણપતમીઠાઈવાળાની દુકાન બહાર એક પાટિયું મારેલું હતું : એક નોકરની જરૂર છે પરંતુ એને ડાયાબિટીસ હોવો જરૂરી છે....!


ડોક્ટર (બાબાને) : ચાલો... ઊંડો શ્વાસ લો.... શ્વાસ મુકો.... ઊંડો શ્વાસ લો... શ્વાસ મુકો... બોલો, હવે કેવું લાગે છે ?
બાબો : સુપર્બ ! તમે કયું પરફ્યુમ વાપરો છો ?



શિક્ષક : મોન્ટુ, એક વસ્તુનું નામ આપ જેને જોઈ શકીએ પણ પકડી ન શકીએ ?
મોન્ટુ : સાહેબ, તમારા કાન !



ફેરિયો : ચપ્પુ-છરીની ધાર તેજ કરાવી લો...
એક બહેન : ભાઈ, અક્કલ પણ તેજ કરી આપો છો ?
ફેરિયો : હા બહેન, જો તમારી પાસે હોય તો...



એક ચર્ચમાં આવી સૂચના લખી હતી :
મહેરબાની કરી તમારા પર્સ અને અન્ય ચીજો ગમે ત્યાં ન મૂકી દેશો. લોકોને કદાચ એવું લાગે કે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી !!!



કરસનકાકા : મારા મોબાઈલનું બિલ કેટલું છે ?
કોલસેન્ટર : કરન્ટ બિલ જાણવા માટે 123# ડાયલ કરો.
કરસનકાકા : મૂર્ખ, કરન્ટ બિલ નહીં, મારું મોબાઈલ બિલ !



જ્યોતિષી : તમારી હથેળીની રેખા કહે છે કે તમે જ્યાં રહો છો તેની નીચે ખૂબ જ ધન છે, પરંતુ તે તમારા કામમાં લાગવાનું નથી.
છગન : તમે સાચી વાત કરો છો. હું ફલેટમાં રહું છું અને મારી નીચેના ફલેટમાં બેંક આવેલી છે...



ડૉક્ટર : તમારી માંદગીનું કારણ મળતા વાર લાગશે, કદાચ દારૂ પીવાથી....
મગન : કશો વાંધો નહીં સાહેબ, તમને ઊતરી જાય ત્યારે આવીશ..!!




હવે  હસો... જોરથી.... હા...હા....હા.....!!!





No comments: