Wednesday, 22 July 2015
Friday, 17 July 2015
Tuesday, 14 July 2015
બટાકા વેફર્સ ની શોધ
પોટેટો ચિપ્સ એટલે બટાકા ની વેફર્સ નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ને. ગમે ત્યાં ગમે ત્યારે ખાઈ શકાય એવો મસાલેદાર નાસ્તો. આ બટાકા વેફર્સ ની શોધ કેવી રીતે થઇ એ એક બહુ મજેદાર કહાની છે.
શેફ જ્યોર્જ ક્રમ ન્યુયોર્ક માં 1853 દરમિયાન નમકીન નાસ્તા બનાવતા હતા. એક ગ્રાહક તેમણે તળેલા બટાકા વારંવાર એમ કહી ને પાછા મોકલાવતો હતો કે આ તો એક દમ નરમ છે મારે તો ક્રન્ચી એટલે કે કુરકુરા જોઈએ. જ્યોર્જે કંટાળીને બટકા ની બને એટલી પાતળી ગોળ કટકી કરી નાખી અને તેલ માં તળી ઉપર મીઠું ભભરાવી દીધું. એ ગ્રાહક ને તો બહુ જ મજા આવી એ ચિપ્સ માં અને એ “સારટોગા ચિપ્સ” ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ.
ત્યારના સમય માં એવી કોઈ ખાસ સુવિધા નહોતી કે જેથી વેફર્સ ને લાંબા સુધી તાજી રાખી શકાય. છેક 1920 માં લોરા સ્કડર એ બે વેક્સ પેપર ને ભેગા કરી તેને ઈસ્ત્રી મારી એર ટાઇટ બેગ બનાવી જેથી કરી ને વેફર્સ ને લાંબા સમય સુધી સાચવવા નું શક્ય બન્યું.
કાઠીયાવાડમાં કોક'દી તું ભૂલો પળ ભગવાન, તારા એવા તે સ્વાગત કરું તને સ્વર્ગ ભુલાવું શામળા...
રાજકોટ પંથકનો બાજરો હોય. ગોંડલના દેરડી(કુંભાજી)ની ઘંટી હોય, રાણસીકી ગામના કુંભારેબનાવેલી તાવડી હોય, અને એમાય રાવણા ગામની બાયુએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય. ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય,
પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય, કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય, ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે “આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો”.
આવો હોય કાઠિયાવાડનો રોટલો
(શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા..)
Subscribe to:
Posts (Atom)