Friday, 24 February 2012

બોલો, તમારે હસવું છે......?


સંતા બેન્કમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મેનેજરે કહ્યું :
‘ધ્યાન રાખજો, કોઈપણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
સંતાએ છાતી કાઢીને કહ્યું :
‘એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
*******



છગન : ‘શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ-પત્ની એક રથના બે પૈંડા સમાન છે. બેમાંથી એકને તકલીફ થાય તો રથ ચાલી શકે નહિ….. માટે…’
મગન (વચ્ચે અટકાવતાં
….) : ‘માટે… જ કહ્યું છે કે હંમેશા એક સ્પેર વ્હીલ રેડી રાખો !!’
*******

 
ટીચર : ‘આજ તુમ ફિરસે લેટ હો….. સ્કૂલ સાત બજે શુરૂ હોતી હૈ ઔર તુમ અબ આ રહે હો….?’
સંતાસિંહનું ટાબરિયું :
‘સર, આપ મેરી ફિકર ના કિયા કરો, આપ બસ સ્કૂલ શુરૂ કરવા દિયા કરો….’
*******

મગન : ‘મારા દાદા 96 વર્ષ જીવ્યા પણ એમણે કદી ગ્લાસીસ નો’તા વાપર્યા….’
છગન :
‘હા મને ખબર છે. ઘણા લોકોને ડાયરેક્ટ બોટલથી જ પીવાની ટેવ હોય છે !’
*******

છગન (યુનિવર્સિટીના ચોકીદારને) : ‘આ યુનિવર્સિટી કેવી છે ?’
ચોકીદાર :
‘અરે ભાઈ જોરદાર છે, હોં ! મેં અહીંથી જ એમ.બી.એ કર્યું અને જો મને તરત નોકરી પણ મળી ગઈ !’
******

કામિની : ‘પપ્પા, હું દાંતની ડૉક્ટર બનું કે હાર્ટની ?’
પપ્પા :
‘બેટા, દાંતની ડૉક્ટર !’
કામિની :
‘કેમ, પપ્પા ?’
પપ્પા :
‘બેટા, આપણને હૃદય એક છે અને દાંત બત્રીસ !’
******

રોહન : ‘આ મોબાઈલ તો મને ભિખારી બનાવી દેશે.’
સોહન :
‘કેમ ? શું થયું ?’
રોહન :
‘યાર, વારે વારે એમાં મેસેજ આવે છે… ‘બેટરી લો…. બેટરી લો…’ હું 56 બેટરી તો બદલી ચૂક્યો છું !’
*******

પતિ : ‘તેં આજે કેવું ખાવાનું બનાવ્યું છે ? જાણે છાણ ખાતા હોય એવું લાગે છે….’
પત્ની :
‘હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !’
******

છગન : ‘એવી વાત કઈ છે જે રાવણ એકલો હોય ત્યારે કરી શકે પણ રામ ન કરી શકે.’
મગન :
‘એવી તે કઈ વાત ?’
છગન :
‘ગ્રુપ ડિસ્કશન !’
******

ગાંડાની હોસ્પિટલમાં બધા ગાંડા નાચતા હતાં. એક ગાંડો ચૂપ બેઠો હતો.
ડોકટર :
‘કેમ ભાઈ, તું ચૂપ કેમ બેઠો છે ?’
ગાંડો :
‘મુરખ ! હું વરરાજા છું.’
******

નટુ : ‘અરે ભાઈ સાહેબ, કેટલા વાગ્યા ?’
ગટુ :
‘છ વાગ્યાં.’
નટુ :
‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
*******

નટુ : ‘દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.’
ગટુ :
‘એવું કેમ ?’
નટુ :
‘અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.’
*******

સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.

આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું :
‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું :
‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’
*******