Monday, 26 December 2011

ઠંડીના, ગરમ જોક્સ

એક વાર ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થી અચાનક ઉભો થઇ ને ક્લાસની બહાર ચાલવા લાગ્યો.
સર: ઓયે... ક્યાં જાય છે? ઉભોરે...
બીજો વિદ્યાર્થીઃ સર રહેવા દો. એને ઊંઘમાં ચાલવાની ટેવ છે.
[સર છોકરા ને પાછો બેંચ પર બેસાડે છે અને પાછો એ વિદ્યાર્થી સુઈ જાય છે.]
અરે હવે એને જગાડ...
બીજો વિદ્યાર્થીઃ 'તમે જ એને સૂવાડ્યો છે... તમે જ જગાડો.'





Ek Pagal: Bakri(Goat) pe baith ke ghoom raha tha.
2nd Pagal: Tujhe police pakdegi.
1st Pagal: Kyon?
2nd Pagal: Tune helmet nahi pehna hai.
1st pagal: abe, niche dekh… 4 wheeler hai!  



એઈર હોસ્ટેસ: સર, તમારે જમવું છે??
સર: મારા માટે શું પસંદગી છે?
એઈર હોસ્ટેસ: "હાં" અથવા "ના"

શિયાળાની સવાર સુધારી નાખે તેવા ફોટાઓ


 જો જો આંખ ના અંજાય જાય.....!!



  લ્યો આને હવે તમે જ સમાધાન આપો.....!!

 કદાચ આવો જમાનો આવી જાય તો ના નહિ.....!!



 હા..હા... ગાડી પણ સમાધી લે છે......!!




 વાહ, કહેવું પડે હો......!!


  લોભે લાક્ષણ જાય, ઇ આનું નામ.....!!



  જવા દે હવે નહિ હાથમાં આવે......!!




  Good creation.....!!




  આર - પાર.....!!



  લોન મુવર ની કમાલ.....!!




આ તમે જાતે પણ કરી સકો છો.....!!

Saturday, 17 December 2011

How Differential Steering Works (1937)


છોટા બચ્ચા સમાંજકે હમકો ના સમજાના રે.....

Q: How to Kill an Ant? Asked in
exam for 15 marks....

Student:
Mix Chilli Powder with Sugar &
keep it outside the Ant's Hole.

After eating, Ant will search for
some water near a water tank.

Push ant in to it. Now ant will go
to dry itself near fire.
When it reaches fire, put a bomb
into the fire.
Then admit wounded ant in ICU.
Remove oxygen mask from it's
mouth n kill the ant.

MORAL:
Don't play with students they can
do any thing for 15 marks.

Friday, 16 December 2011

હાથમાં જાદુ છે હો....!! તમને આવડે છે આવું....???


એક બાપુએ સીંહને માર્યો....!!

એકવાર એક બાપુ સિંહ મારવા જંગલમાં ગયા હતા. આવીને કહે, એક સિંહને મારી નાખ્યો પણ કેવી રીતે ખબર છે ? એ સિહને મારી બંદૂક દેખાડી ત્યાં જ એ મરી ગયો,

એવામાં બીજા બાપુ હતા એ કહે, તમે તો બંદુક દેખાડી હું પણ એકવાર સિંહ મારવા ગયો હતો, ત્યારે મે તો એને ખાલી મારું બંદુકનું લાઈસન્સ જ દેખાડ્યુ તો એ મરી ગયો.

પછી બન્ને બાપુએ મારી સામે જોયુ કા પટેલ તમે કંઈ આવું કામ કર્યું છે, હું વિચારમાં પડ્યો, મેં કહ્યું હું તમારી જેમ જંગલમાં સિંહ મારવા નહોતો ગયો, પણ એકવાર મને રસ્તમાં સિંહ મળી ગયો, તો મેં એને કહ્યું ઓ સિંહ આવડો માટો જંગલનો રાજા થઈને કપડા વગરનો, નાગો-પુગો ફરે છે, શરમ નથી આવતી. તો બિચારો શરમથી પાણી-પાણી થઈને ત્યાં જ મરી ગયો.

બન્ને બાપુઓ વિચારમાં પડી ગયા.



ચા ફૂંક માર્યા વગર પી જાય તેવા Photographs

   
    અરે ટીંગુ રેવાદે.... ટ્રક તારી માથે પડશે....!!!



 શુંવાત છે..? આખી દુનિયા બે કાગળ વચે સમાવી લીધી....!!!



 અરે આ શું.....? જાદુગર છે કે શું.....???



વાહ આદિવાસીઓ માં પણ આટલી બધી સિસ્તતા છે....!!!


વાહ  કરાટેબાજ, તેતો કમાલ કરી હો...!!




અરે...અરે.... માણસ માંથી ગાડી કેવી રીતે બની ગયી....?



 હા..હા...ખરેખર હો.. ચોર પણ ઉસ્તાદ હોય છે...!!

Thursday, 8 December 2011

આ હોમ મેડ કારને જોઇને તમે પણ બોલી ઉઠ્સો... ના હોય....!!!





Muve Your Face Left & Right Fast......!!!


Joyu......??? Niruma Dekhaya ne....!!! to Pachhi....!!!

પરણેલો પુરુષ કેવી રીતે ઓળખાય..?


(હાસ્ય લેખ)

અમને એક દિવસ વિચાર આવ્યો કે સ્ત્રીઓ પરણેલી છે કે કુંવારી તે તો તરત ઓળખાય છે….પણ ભમરાળા કળાકાર પુરુષને કેવી રીતે ઓળખવો.?

સ્ત્રીઓ માથામાં સિંદૂર કર્યુ હોયકે ગળા માં મંગલ સુત્ર પહેર્યુ હોય તો તેની પાસે લગ્નનું પાકુ લાઈસન્સ છે એમ કહી શકાયઅને ધારો કે એમ હોય તો પણ સ્ત્રીના ચહેરા પરનું વિજયી સ્મિત,ચહેરા પરનું ગુમાન, શારીરિક વૈભવ(ચારે દિશામાં), ફિકર વગરની ચાલ જેવા લક્ષણો હોય તો તે કોમલાંગીની સુહાગીની હશે એમ કહી શકાય….

પણ પુરુષો માં યાર ખબર ના પડે કે ભાઈ ખીંટીએ ભરાઈ ચૂક્યા છે કે હજુ બાકી છે….!.

તો મિત્રો વિવિધ સર્વે.,નિરિક્ષણો તથા તજજ્ઞો સાથેની ચર્ચા વિચારણા ના ફળ સ્વરુપ પરણિત પુરુષોને ઓળખવા માટે, જાહેર જનતાના લાભાર્થે નીચેના તારણો રજૂ કરવામાં આવે છે

-…
જેના ચહેરા સામે જોતાજ દયાનો ભાવ આવે..જેને દોડીને મદદ કરવાનું મન થાયજેના હાલહવાલ પૂછવાનું મન થાય,બેહાલ કોણે કર્યા છે એમ પૂછીને એને દુ:ખી તો કરાય ને..?જેને હિંમત આપવાનું મન થાય..

-…
જે હંમેશા નીચી મૂડી રાખીને ચાલતો હોય છે..  કેમ જાણે નીચે વેરાઈ ગયેલું સુખ શોધતો હોય…!

-
જે ખૂબ ઓછુ બોલતો હોય,વચ્ચે ક્યારેય બોલતો હોય,સામે દલીલ ક્યારેય કરતો હોયઅને સતત ભલે..સારુ..ગમશેચાલશેફાવશે….વાંધો નહીં…..તમે કહો એમ….કામ થઈ જશેઆજે ઉપવાસ છે….એવા વાક્યો દિવસ માં અનેક વાર બોલતો હોય છે….

-..
જેના ચહેરા પર અને શરીર પર હારેલા યોધ્ધા જેવા હાવભાવ હોય છેચહેરા પર અને શરીર પર નાનામોટા ઘા ના નિશાન હોય છે…..તો ક્યારેક પાટાપિંડી કરેલ હોય છે ખાસ કરીને ઘરેથી નિકળ્યા હોય છે ત્યારે


-
જે ઘરમાં હોય ત્યારે મોટેભાગે મૌનવ્રત પાળતો હોય છેઅને ઘરેથી બહાર નિકળતાં મોટે થી બોલતો હોય છેસતત બોલતો હોય છે….ક્યારેક કારણ સહીત અને ક્યારેક કારણ રહીત હસતો હોય છે

-..
જે પોતાના ઘર માં રુમ બંધ કરીને એકલો , કોઈની મદદ વગર અપ્રિતમ હિંમતથી ઓશીકાને ઓશીકાથી ફટકારતો હોય છે અને બોલતો હોય છેલેલેતી….જા..’ લેલેતીજા’…

-..
જે પહેલી તારીખે રાજાપાઠ માં અને ૨૦ તારીખ પછી ડાબાલૂસ થઈ લોન માટે પૂછપરછ કરતો હોય છે

-
જે વાતવાત માં હંમેશા એમ બોલતો હોય છે કે.” બધો નશીબનો ખેલ છે ભાઈમાણસ તો ઈસ્વર સામે મગતરું છેધાર્યું તો ધણીનું થાય..(કે ધણીયાણીનું..?)

-
જે ઘરે હોય ત્યારે વારંવાર એમ બોલતો હોય છે..”પત્તર ના ઝીંક…,પત્તર ના ખાંડ…, મગજનું દહીં ના કરમાથાકૂટ ના કરકહ્યું એમ કર…,લોહી ના પી”….(માંકડ, મચ્છર માટે થોડું રહેવા દે..)

-
ઉનાળાના વેકેશન માં જો ખૂબ ખુશ દેખાતો હોય તો માનવું કે પત્ની પિયર ગઈ હશે કે પછી જવાની તેયારી ચાલતી હશે

-
જે ઓફિસથી ઘરે જતો હોય તો હાથમાં થેલી તો પકડેલી હોય

-
જો પુરુષ અને સ્ત્રી સાથે હોય અને પુરુષ બે ડગલા આગળ ચાલતો હોય તો માનવું કે પતિ-પત્ની હશે….

-
જે હંમેશા ભજન ગાતો હોય…..”કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે”,…”દુ:ખી મન મેરે સુન મેરા કહેના જહાં નહીં ચૈના વહાં નહીં રહેના…”

-
જે ઘરે આવતા મોટા અવાજે ટીવી ચાલુ કરી ટીવી સામે બેસી જાય છે……

-
જે પુરુષ સ્ત્રી સાથે રહેતો હોય અને સ્ત્રીની બર્થ ડે દર વર્ષે ભૂલી જતો હોય….વળી એની સજા પણ દર વર્ષે ભોગવતો હોય પુરુષ પરણેલો હોય એમ જાણ…. પુરુષ લગ્ન પહેલા સ્ત્રી ને રાત્રે ૧૨ વાગે બર્થ ડે વિશ કરતો હોય છે….

-
જે પુરુષ ઓફીસ માં ઓવરટાઈમ કરવા હંમેશા રાજી હોય છે

જે લગ્ન વિષે બોલતો હોય છેલગ્ન તો ભાઈ લાકડા ના લાડુ છે…”(લાડુ ખાવા જતા બાપડાના દાંત હલી ગયા હોય છે..)

-
જે કાન બંધ કરી આખો દિવસ છાપા માં મોંઢુ નાખીને બેસી રહે છે અને ..હુંહાં….હંમ..એવા  જવાબો આપતો હોય છે

-
જે એક બુક સતત વાંચતો હોય છે અને નિ:સાસા નાખતો હોય છે છેબેંકની પાસબુક

-
જે હંમેશા પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતો હોય છે અને પોતે કેવો પરાક્રમી હતો એની વાર્તા કરતો હોય છે

-
જે માથાના વાળ ગણતો ગણતો ઓળતો હોય કે પછી ઓળતો ઓળતો ગણતો હોય છે