Friday, 14 July 2017

ગુજરાતીઓની ગાળોના નામે પણ પરદેશમાં રેસ્ટોરંટ ચાલે છે...!!

DOBINO
- ગુજરાતી ભાષામાં ‘ડોબા’ કે ‘ડોબીના’ શબ્દ મજાક અને હળવા ગુસ્સા માટે બોલાતો હોય છે.
- પણ ઈન્ડોનેશિયામાં Dobino નામે ક્લોથ બ્રાન્ડ ચાલે છે. જે જેકેટ સહિતની વસ્તુનુ ઉત્પાદન કરે છે.
- ઈન્ડોનેશિયાની એક્ઝિક્યુટીવ સ્ટાઈલમાં સમાવેશ થતી આ બ્રાન્ડના નામે વેબસાઈટ પણ છે.

GANDINO
- ગુજરાતીમાં ‘ગાંડીનો’ શબ્દને અપમાનિત શબ્દ તરીકે જોવામાં આવે છે. ગાંડા લોકો માટે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે.
- જો કે ઈટલીમાં ‘GANDINO’ નામે 1860થી ક્લોથ બ્રાન્ડ એટલે કે શર્ટની બ્રાન્ડ ચાલે છે.
- GANDINO શર્ટનો ઈટલીના લક્ઝુરિયસ બ્રાન્ડમાં સમાવેશ થાય છે.
- આ ઉપરાંત Gandino નામે ઈટલીના Lombardy વિસ્તારમાં એક શહેર પણ આવેલું છે.

VANDRINO
- ગુજરાતમાં ‘વાંદરીનો’ શબ્દને રમૂજમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે.
- પણ ઈટલીના Venetoમાં ‘VANDRINO’ નામે જાણીતી વાઈન બ્રાન્ડ બને છે.
- Vandrino Perlato, Vandrino Ramato, Vandrino Bianco નામની લીકર બ્રાન્ડ છે.
- ઈટલીની Veneto વિસ્તારની Torboli Vini કંપની આ નામે લીકર, વાઈન બનાવે છે.

NAVRINO
- ગુજરાતમાં મોટાભાગે કામ વગરના માણસને ‘નવરીનો’ કહીને સંબોધન કરવામાં આવે છે.
- પણ કેનેડાના Montreal શહેરમાં ‘નવરીનો’ નામે મોટી અને જાણીતી કેફે છે.
- કેનેડાની ‘નવરીનો’ કેફે બેકરી, પેસ્ટ્રી જેવી પ્રોડક્ટ બનાવે છે.
- આ ઉપરાંત ગ્રીસમાં આવેલા Pylos ટાઉનનું પણ ઈટાલીયન નામ Navarino છે.
- અમેરિકાના Shawano Countyમાં Navarino નામનું એક સિટી છે.
- એટલું જ નહીં અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે Navarino નામે ફૂડ સર્વિસ ચાલે છે.