Thursday, 26 April 2012

જીવનનો બોધપાઠ



એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક પૅરનું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાંત્રીજો ઉનાળામાં અને ચોથો સૌથી યુવાન પુત્ર પાનખરમાં નીકળ્યો.


તેઓ બધા જઈને પાછા ફર્યા એટલે તેણે બધાને
 એકસાથે બોલાવ્યા અને પોતાના અનુભવો વર્ણવવા કહ્યું. પહેલા પુત્રે કહ્યું : ‘‘પૅરનું’ ઝાડ કદરૂપુંવાંકું વળેલું અને વાંકુંચૂકું હતું.’ બીજા પુત્રે કહ્યું : નાએ તો લીલી કળીઓથી અને આશાથી ભર્યુંભર્યું હતું. ત્રીજો પુત્ર કહે : હું તમારા બંન્નેથી સહમત નથી. પૅરનું વૃક્ષ તો સુંદર,સુગંધિત પુષ્પોથી લદાયેલું હતું અને એનું સૌંદર્ય અદ્દભુત અને અનુપમ હતુંજે શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’ સૌથી યુવાન પુત્રે આ બીજા કોઈ ભાઈ સાથે સહમત ન થતા કહ્યું, ‘એ તો પાકટ વૃક્ષ હતુંજે ફૂલોથી ભરેલું અને જીવનના અને સંતોષના પ્રતીકસમું હતું.


માણસે પોતાના બધા પુત્રોને કહ્યું કે તેઓ બધા પોતપોતાની રીતે સાચા હતા
કારણ કે તેમણે દરેકે તે વૃક્ષની એક ઋતુ જ જોઈ હતી. તેણે પોતાની વાત આગળ વધારતાં કહ્યુંકે એ વૃક્ષ વિશે કે પછી કોઈ મનુષ્ય વિશે પણ તેની ફક્ત એક બાજુ જોઈને અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેમના હોવાનો અર્થ કે સુખદુ:ખપ્રેમ જેવી લાગણીજે તેમના જીવનમાં આવે છે તેનું માપ કે સરવૈયું તેમના જીવનના અંતે જ કરી શકાયજ્યારે બધી ઋતુઓ પૂરી થઈ ગઈ હોય. જો તમે શિયાળામાં હિંમત હારી જશોતો વસંતની આશા અને વસંતનું વચન ચૂકી જશો. ઉનાળાનું સૌંદર્ય અને પાનખરની સંતુષ્ટતાપૂર્ણતા પામી શકશો નહીં.


સાર : ફક્ત એક ઋતુની વેદનાને બાકીની ઋતુઓના આનંદનો
 નાશ કરવા દેશો નહીં. જીવનને ફકત એક વિકટ ઋતુ દ્વારા મૂલવશો નહીં. મુશ્કેલીના સમયગાળામાં ટકી રહેશો તો સુખના સારા દિવસો પાછળથી જરૂર આવશે જ.

IF YOU ARE A GUJJU U MUST HAVE.......


IF YOU ARE A GUJJU U MUST HAVE.......

1. You have an uncle who tells you his contact number is chaar so be ogan syt ekaavan - 4025951
2. Every autowala, taxiwala, grocerywala is our kaka.
3. We never go to office, we go to HOFFIS!
4. The first rule of money - never use your own!
5. "Su navi juni" is our version of wassup?
6. Be it seven in the morning or 1am, gaathiyas are always welcome.
7. We are all a fan of Dakshaben aka Ketaki Dave's "Ararararara...."
8. We keep an "ELARAM" to wake up in the morning.
9. No party is over without a round of GARBA.
10. We all love golas, but ice creams have a special place in our hearts (and in our fridges as well).
11. We call all types of noodles "Meggi"!!!
12. When someone asks about a person, we say GENTLEMAN MANAS 6! (Chay)
13. "Shaanti rakhi ne loi peeyo!" is our best possible slang.
14. We don't know any place in the world called Delhi, apne to bas DILLI aj javanu!
15. We have a PhD in bargaining by birth.
16. We can speak any language of the world in Gujarati!
17. We don't have feelings, we have FILLINGS!!!
18. Jai Shri Krishan = Hello and Aavjo = Good bye
19. Generally our conversations begin with kem 6, maja ma ne, and end with, koi saaru investment batavo ne...
20. We shout our guts out on international calls, thinking they can hear us better that way.
21. A gujju would have business on his mind from the time he turns 18 - bahu badha paisa kamavana 6..(chay).
22. Swimming is not for us - we call it chhabchhabiya.
23. For us electricity never goes - only light does!!!!
24. We don't call people, we COAL them.
25. Next time someone irritates you, you say TEL PEEVA JA.
26. Sensex interests us more than anything else.
27. Chhas is our beer!
28. We are everywhere, all over the globe - deal with it...
29. We go to movie HOLE and take outside SNAKES for refreshments.
30. Ideal gujju mom's phone book's last page has - agarwal modiwado, ajanta hotel (sunday saat vagya laginej order le 6e), gupta chikki, jyotsanaben nu tiffin, gas book maate, kaaki ni kaamvaari, patel gadlawado, madhuben - mahila mandal, maro mobile number...
31. Towel = tooval
32. Every gujju will introduce their spouse as aa mara mr 6, ne aa mari mrs 6...
33. Mount Abu is Switzerland.
34. Mihir Virani is our Charlie Sheen.
35. Exam aave 6, beta notes JEROX karavanu bhoolto nai...
36. If a gujju starts coffee with Karan, he would name it as "Chhas with Chhagan".
37. Boomer is not chewing gum, it is chiggum.
38. A true gujju looks forward to eat Thai, Mexican, Italian, Chinese and Undhiyu at the cousin's wedding...
39. If u r a true gujju then your phone will have at least ten contacts ending in the word BHAI.
40. If u don't like jalebi-fafda, u r not a true Gujju.
41. Being Punjabi means more chapati, less rice; being Mallu means less chapati, more rice. Being Gujju - just eat more yaar, shu farak pade 6.
42. Gujjus believe Narendra Modi is the solution for everything - from hair style to nation's progress.
43. Vile Parle and New Jersey feels like home - Apduj 6...
44. We will spend 1000 rupees for a 10 rupee free gifts, free ma male, etle maja aavi jai.
45. We eat home made theplas with chhundo and athanu on business class flight.
46. We can do Garba on any song in the world.
47. Falguni Pathak is Britney Spears for us.
48. After having chaat, bhelpuri, sevpuri, we make sure we ask for extra puri, and then a discount.
49. Order soup 1/2, u get more quantity - be smart.
50. If it is beg (big), edible and free, go on dude, eat it...
51. Bombay+Gujarat+London+ America = whole world. Nothing else exists for us.
52. Everyone is invited to a Gujju home for lunch, and fed like u have come from the groom's side.
53. If all of a sudden u hear a dhoom machale ringtone or a loud scream or a loud chit chat amongst a group, immediately assume that you are amidst Gujjus.
54. Hindi humko jara bi nahi faata hai.
55. 15 or 50, your parents will always refer to u as their baby or babo.
56. Gujjus don't know what chocolate is, they only know CATBURY.
57. If you didn’t watch “Tarak Mehta ka oolta chashmah” you aren’t a gujju.
58. Ultimate Gujju gift - a 'cover' (envelope) with 500+1 in it.
59. We take the constitution very seriously, everybody is called bhai and ben.
60. If u do not go for Navratri, u didn’t exist.
61. Mango is not our national fruit, only kesar n haphus is.
62. Don't be disheartened if u don't make it to a top B-school, if u are a Gujju, then business is in your blood.
63. We all own Reliance...
64. You find something good n say "BAHU FINE 6!"
65. 'Pope' Music mast hoy 6.
66. We can talk about share markets, anywhere, anytime, no problem.
67. You expect a discount at the Dollar Store if you arr a Gujju.
68. You consider sponge bob as dhokla, if you are a Gujju.
69. Dandiya is our Prom.
70. You pack according to a 5 night 6 day holiday when going for a one day picnic.
71. Time spent at a party - Dancing (10 minutes), Chitchat (10 minutes), Dinner (100 minutes).
72. 'Sanedo' is our Dance Anthem, if you are not on the dance floor when it plays, you are not a Gujju.

Tuesday, 24 April 2012

One mind blowing interview

Interviewer : Tell me about yourself.
Candidate: I ...am Rameshwar Kulkarni. I did my Tele Communication engineering from BabanRao Dhole-Patil Inst it ute of Technology.

Interviewer : BabanRao Dhole-Patil Inst it ute of Technology? I had never heard of this college before!
Candidate : Great! Even I had not heard of it before getting an admission into it ..
What happened is – due to cricket world cup I scored badly! in 12th.I was getting a paid seat in a good college. But my father said (I prefer to call him ‘baap’) – “I can not invest so much of money”.(The baap actually said – “I will never waste so much of money on you”). So I had to join this college. Frankly speaking this name – BabanRao Dhole-Patil, can at the most be related to a Shetakari Mahavidyalaya

Interviewer: ok, ok. It seems you have taken 6 years to complete your engineering.
Candidate : Actually I tried my best to finish it in 4 years. But you know, these cricket matches and football world cup, and tennis tournaments. It is difficult to concentrate. So I flunked in 2nd and 3rd year. So in all I took 4 + 2 = 7 years.

Interviewer: But 4+2 is 6.
Candidate: Oh, is it ? You know I always had KT in maths. But I will try to keep this in mind. 4+2 is 6, good, thanks. These cricket matches really affect exams a lot.. I think they should ban it .

Interviewer : Good to know that you want cricket matches to be banned.
Candidate : No, no… I am talking about Exams!!

Interviewer: Ok, What is your biggest achievement in life?
Candidate : Obviously, completing my Engineering. My mom never thought I would complete it . In fact, when I flunked in 3rd year, she was looking for a job for me in BEST (Bus
corporation in Maharashtra ) through some relative.

Interviewer : Do you have any plans of higher study?
Candidate: he he he.. Are you kidding? Completing ‘lower’ education it self was so much of pain!!

Interviewer : Let’s talk about technical stuff. On which platforms have you worked?
Candidate : Well, I work at SEEPZ, so you can say Andheri is my current platforms. Earlier I was at Vashi center. So Vashi was my platform then. As you can see I have experience of different platforms! (Vashi and Andheri are the places in Mumbai)

Interviewer : And which languages have you used?
Candidate : Marathi, Hindi, English. By the way, I can keep quiet in German, French, Russian and many other languages.

Interviewer: Why VC is better than VB?
Candidate : It is a common sense – C comes after B. So VC is a higher version than VB. I heard very soon they are coming up w it h a new language VD!

Interviewer: Do you know anything about Assembly Language?
Candidate: Well, I have not heard of it . But I guess, this is the language our ministers and MPs use in assembly.

Interviewer : What is your general project experience?
Candidate : My general experience about projects is – most of the times they are in pipeline!

Interviewer: Can you tell me about your current job?
Candidate: Sure, Currently I am working for Bata Info Tech ltd. Since joining BIL, I am on Bench. Before joining BIL, I used to think that Bench was another software like Windows.

Interviewer : Do you have any project management experience?
Candidate: No, but I guess it shouldn’t be difficult. I know Word and Excel. I can talk a lot. I know how to dial for International phone call and use speaker facility. And very important – I know few words like – ‘Showstoppers ‘ , ‘hot fixes’, ‘SEI-CMM’, ‘quality’, ‘version control’, ‘deadlines’ , ‘Customer Satisfaction’ etc. Also I can blame others for my mistakes!

Interviewer: What are your expectations from our company?
Candidate : Not much.
1. I should at least get 40,000 in hand..
2. I would like to work on a live EJB project. But it should not have deadlines. I personally feel that pressure affects natural talent.
3. I believe in flexi-timings.
4. Dress Code is against basic freedom, so I would like to wear t-shirt and jeans.
5. We must have sat-sun off. I will suggest Wednesday off also, so as to avoid breakdown due to overwork.
6. I would like to go abroad 3 times a year on short term preferably 1-2 months) assignments. Personally I prefer US, Australia and Europe. But considering the fact that there are Olympics coming up in China in the current year, I don’t mind going there in that period. As you can see I am modest and don’t have many expectations. So can I assume my selection?

Interviewer : he he he ha ha ha. Thanks for your interest in our
organization. In fact I was never entertained so much before. Welcome to INFOSYS.

The fellow was appointed in a newly created section ‘Stress Management’ in the HRD of Infosys.

So Excellence is not the only thing Needed. Its the Unique Quality of a Person which can let anyone to Success. Work on Your own Field rather then following somebody else's Path
Share this Story with your Friends and Inspire People

‘અખિલ વિશ્વ કાગડા કોમ્યુનિટી’ તરફથી આખી માનવજાતને નમ્ર ધમકી :


ચેનલોવાળાએ આ ભાદરવામાં આતંકવાદીના ધમકીભર્યા ઇ-મેલ ખૂબ ચલાવ્યા. આવો જ એક ધમકીભર્યો ઇ-મેલ kagadacommunity@kagavas.com પરથી મારી ઉપર આવેલો છે. જેમાં કોઇ પણ શબ્દના ફેરફાર વગર સમગ્ર કાગડાઓની વેદના-વ્યથાકથા આપના સુધી શબ્દશઃ પહોંચાડી રહ્યો છું.
પ્રતિ,
આદરણીય મનુષ્યો, (તમામ જ્ઞાતિતમામ ધર્મ),
શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને નાછૂટકે તમને આ અરજન્ટ ઇ-મેલ કરવો પડ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા હું અખિલ વિશ્વ કાગડા કોમ્યુનિટી’ તરફથી સમગ્ર માનવજાતને આ વિનંતિસહ ધમકી પાઠવું છું. તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણોછોઆ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી.

 કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડેઅને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો.

 આમેય ગયા ભાદરવે તમે લોકોએ જે ખીર ખવડાવી એમાં પાવડરના દૂધની ખીર ઉડાડીતી એટલે અમારી નાતમાં ત્રણ હજાર અને બસ્સો જેટલા કાગડાઓને ઝાડાઊલટી થઇ ગયાતા.

વળી અમારે તો તમારી જેમ ઇમરજન્સી ૧૦૮ જેવી વ્યવસ્થા પણ ન હોય. તમારા પિતૃઓની તો ખબર નથી પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા. જેમનાં સંતાનોને રહેમરાહે નોકરી આપવામાં અમને ફીણ આવી ગયાં.
આથી અમે કાગડાઓએ ઓણ નક્કી કર્યું છે કે તમે લોકો ગમે એટલા ખીરના લોંદા ઉડાડો તોય અમે કોઇ આ વર્ષ તમારી અગાસી ઉપર ફરકવાના નથી. બીજી બહુ અગત્યની વાત કે ભાદરવા માસમાં અમારી કાગડીઓ બચ્ચાંને જન્મ આપે છે. એ બચ્ચાંના આહાર માટે જે તે સમયે તમારા વડવાએ આ ખીર ખવડાવવાનો રિવાજ’ શરૂ કર્યો હતો. આ એક પક્ષીપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

 હવે તમે લોકો એને પિતૃઓ સાથે જોડી અમને ઇમોશનલી બ્લેક મેઇલ કરવાનું બંધ કરો તો સારું. અમારી કાગડાની આખી જ્ઞાતિનું મુખ્ય કામ સમાજમાંથી કચરો દૂર કરવાનું છે અને તમારી આખી જ્ઞાતિ આ સિદ્ધાંતથી વિરુદ્ધ ધરતી ઉપર કચરો વધારવાનું કામ કરી રહી છે. જેનાથી અમને ખૂબ ઠેસ પહોંચી છે.

 અત્યાર સુધી અમે તમારી જ્ઞાતિને ઘણા બધા મુદ્દાઓ પર માફ કરી છે. જેમ કેતમે તમારાં સંતાનોને કાગડો કા કા કરતો આવે’ આવાં જોડકણાં અને ગીતો અમારી પૂર્વ પરવાનગી વગર વર્ષોથી ગવડાવ્યાં કરો છો. જુઠ બોલે કૌઆ કાટેકાલે કૌએ સે ડરીઓ’ આ ગીતકારને પણ અમારી જ્ઞાતિવિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમે માફ કર્યો છે. તો પેલો દલેર મહેંદીએ સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા’ આવું ગાઇગાઇને કરોડો રૂપિયા બનાવી લીધા ને અમને રોયલ્ટી પેટે કશું નથી મોકલ્યું. હોરર ફિલ્મ ફૂંક’ વાળા ઉપર તો અમારો યુવા કાગડા સમાજ ધૂંઆપૂંઆ છે.

એકમાત્ર કવિ રમેશ પારેખે કાગડો મરી ગયો’ આ કવિતામાં અમારી વેદનાને વાચા આપી જે બદલ સંસ્થા એમનો આભાર માને છે. તમારી આખી દુનિયામાં માણસ એક જ છે ને એ છે બિલ ગેટસ. જેને પોતાની કંપનીમાઇ-ક્રો-સોફટ’ નામ રાખ્યું એમાં ક્રો (કાગડો) આવતું હતું એટલે તેમણે અમારા સમાજને રોયલ્ટી પેટે કરોડો રૂ. મોકલ્યા. જેમાંથી આજ અમારી યુવા પેઢી કમ્પ્યુટર શિક્ષણ લઇ રહી છે.

ત્રીજી વાત કાગડો આવવાથી મહેમાન આવે છે’ આવી ખોટી અફવાઓ ન ફેલાવો યારઅમુક લોભીયાવના ઘરે તો અમે લોકોએ પણ જવાનું બંધ કર્યું છે.
અંતમાં સમગ્ર કાગડા કોમ્યુનિટી વતી પ્રાર્થના છે કે અમે લોકો તમારા પિતૃ પદેથી V.R.S લેવા માંગીએ છીએ. તમારાં કારનામાંઓથી કંટાળીને અમારી જ્ઞાતિએ આ નિર્ણય લીધો છે.

અમને માફ કરજો અને આ ભાદરવે અમારી રાહ ન જોતા. છેલ્લી મફત સલાહ કે તમે માણસો પિંડદાન,પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય.

આ મેઇલ મળ્યા પછી પણ જો તમે કાગ-કાગની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે અને માનહાનિનો દાવો માંડવો પાડશે. સહકારની શ્રદ્ધા સાથે.
સૂચનાનો અરજન્ટ અમલ કરવા વિનંતી.

પ્રમુખ

(
સહી અવાચ્ય)